Online Loan Application System

(૧) તમારો (અરજદારનો) Application No. એજ તમારો Confirmation No છે.

(ર) અરજદારે અરજી કરતી વખતે પોતાનો જ મોબાઇલ નંબર આપવાનો રહેશે અને નંબર ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે. જેથી અરજી કર્યા બાદ અરજી અંગેની તમામ વિગતો મોબાઇલ મારફતે જાણી શકાય.

(૩) નિગમમાંથી અગાઉ લોન મેળવેલ હોય કે લોન ભરપાઇ કરવાની બાકી હોય તેવા અરજદારોએ લોન માટે ફરી અરજી કરવી નહી.

(૪) અગાઉના વર્ષોમાં લોન અરજી ઓનલાઇન કરેલ હોય અને લોન દસ્તાવેજીકરણ તૈયાર કરી નિગમમાં રજુ ના કરેલ હોય તેવા તમામ અરજદારોની લોન અરજી ના મંજુર કરેલ હોય ફરી લોન લેવા માંગતા હોય તો નવેસરથી અરજી કરવાની રહેશે, જેની ખાસ નોંધ લેવી.

(૫) અરજદારે Apply Online માં જરૂરી વિગતો ભર્યા બાદ Upload Photo અને Upload Documents અપલોડ કર્યાબાદ Confirm Application પર જઇ અરજી Confirm કર્યા બાદ જ અરજી સ્વીકાર્ય ગણવામાં આવશે જેની નોંધ લેવી.

(૬) નિગમની કોઇપણ લોન યોજના વિશે વધારે વિસ્તૃત માહિતીની જરૂરીયાત હોય તો અરજદાર જે જિલ્લાના વતની હોય તે જીલ્લાની જીલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.)ની કચેરી / સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.) ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

(૭) નિગમની તમામ યોજનાઓના વ્યાજદર બાબતે સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી થયેલ વ્યાજદર લાગુ થશે.

(૮) શૈક્ષણિક લોન યોજનામાં ઓનલાઇન પોર્ટલ તા. ૧૫/૧૦/૨૦૨૬ થી તા. ૧૪/૧૧/૨૦૨૬ સુઘી ચાલુ રાખવામાં આવેલ છે.

(૯)વ્યાજ સહાય યોજનામાં ઓનલાઇન અરજી કરવા માટે તા.૨૭/૦૭/૨૦૨૬ થી લક્ષ્યાંક મુજબની અરજીઓ મળે ત્યા સુઘી ઓનલાઇન પોર્ટલ ચાલુ રાખવામાં આવેલ છે.

Title   Scheme Detail How To Apply Apply
ઉચ્ચ શૈક્ષણિક યોજના રૂા. ૧૫,૦૦,૦૦૦/- (વિદ્યાર્થી માટે 4% અને વિદ્યાર્થિની માટે 3.5% વાર્ષિક) Apply Now
ધંધાના હેતુ માટે વાહન ખરીદવા બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સહાય વાર્ષિક મહતમ રૂા.૧,૨૦,૦૦૦/- અથવા લોનની રકમના ૬% લેખે બંનેમાંથી જે ઓછુ હશે Apply Now
ભારતમાં અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી
  • ભારતમાં ઉચ્ચ અભ્યાસ માટે - લોન પર રૂ.૨૫.૦૦ લાખ સુધીની મર્યાદામાં ૬% ના દરે મહતમ રૂા.૧,૫૦,૦૦૦/- (વાર્ષિક) સુધીની વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે
  • વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે - ૧૫.૦૦ લાખની લોન યોજના અને ૬% ના વ્યાજના દરે વ્યાજ સબસીડી
Apply Now
સ્વરોજગાર માટે બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સહાય
  • પુરુષ લાભાર્થીને ૬% લેખે મહતમ રૂા.૬૦,૦૦૦/- (સાંઇઠ હજાર) (વાર્ષીક) વ્યાજ સહાય - ત્રણ વર્ષ માટે
  • મહિલા લાભાર્થીને ૭% લેખે મહતમ રૂા.૭૦,૦૦૦/- (સીત્તેર હજાર) (વાર્ષીક) વ્યાજ સહાય - ત્રણ વર્ષ માટે
Apply Now